`ગરીબોની કસ્તૂરી` ડુંગળીના સતત વધતા ભાવ કાબૂમાં કરવા માટે સરકારે ઉઠાવ્યું મોટું પગલું
ડુંગળી(Onion Prices) ના વધતા ભાવ પર લગામ લગાવવા માટે કેન્દ્ર સરકાર હવે એક્શનમાં આવી ગઈ છે. દેશમાં ડુંગળીનો પૂરવઠો(Onion Supply) વધારવા માટે સરકારે ડુંગળીની આયાત(Onion Import) ના નિયમોમાં ઢીલ આપી છે. આ સાથે જ વધતા ભાવને કાબૂમાં લેવા માટે બફર સ્ટોક(Buffer Stock)થી વધુ ડુંગળી બજારમાં આપૂર્તિ કરવાનો પણ નિર્ણય લેવાયો છે.
નવી દિલ્હી: ડુંગળી(Onion Prices) ના વધતા ભાવ પર લગામ લગાવવા માટે કેન્દ્ર સરકાર હવે એક્શનમાં આવી ગઈ છે. દેશમાં ડુંગળીનો પૂરવઠો(Onion Supply) વધારવા માટે સરકારે ડુંગળીની આયાત(Onion Import) ના નિયમોમાં ઢીલ આપી છે. આ સાથે જ વધતા ભાવને કાબૂમાં લેવા માટે બફર સ્ટોક(Buffer Stock)થી વધુ ડુંગળી બજારમાં આપૂર્તિ કરવાનો પણ નિર્ણય લેવાયો છે.
ઘર ખરીદવા ઈચ્છતા હોવ તો આ છે સૌથી મોટી ઓફર, માત્ર 3.99% વ્યાજે મળશે હોમ લોન!
કેમ લેવું પડ્યું પગલું?
દેશમાં નવો પાક આવવામાં હજુ એક મહિનાનો સમય બાકી છે આવામાં ડુંગળીનો પૂરવઠો વધારવા માટે સરકાર આયાત પર ભાર મૂકી રહી છે. મંગળવારે દેશની સૌથી મોટા ડુંગળીના બજાર લાસલગાંવમાં ડુંગળનો સરેરાશ ભાવ 7300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો. આ ભાવ છેલ્લા 10 મહિનામાં સૌથી વધુ છે.
કન્ઝ્યૂમર અફેર્સ મંત્રાલયના આંકડા મુજબ મંગળવારે ચેન્નાઈમાં ડુંગળીનો છૂટક ભાવ 73 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો હતો. દિલ્હીમાં ડુંગળીના ભાવ 50 રૂપિયા પ્રતિ કિલો, કોલકાતામાં 65 રૂપિયા પ્રતિ કિલો અને મુંબઈમાં 67 રૂપિયા પ્રતિ કિલો વેચાય છે.
એક અંદાજ છે કે જો આ રીતે જ ભાવ વધતા રહ્યા તો ડુંગળીના ભાવ દિવાળી સુધીમાં તો 100 રૂપિયે કિલો પહોંચી જશે. કન્ઝ્યૂમર્સ અફેર્સ મંત્રાલય તરફથી કહેવાયું છે કે ખરીફ પાકની 37 લાખ ટન ડુંગળી જલદી બજારમાં પહોંચી જશે જેનાથી ભાવમાં રાહત જોવા મળશે.
ડુંગળીના ભાવમાં જબરદસ્ત વધારો, દિવાળી સુધીમાં આટલા રૂપિયા પહોંચી જશે ભાવ!
કેમ વધ્યા ભાવ?
હાલ રવિ પાકની જમા કરેલી ડુંગળી બજારમાં વેચાઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસથી મહારાષ્ટ્ર, કર્ણાટક અને મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ થયો. આ ત્રણેય રાજ્યો ડુંગળના મુખ્ય ઉત્પાદક રાજ્ય છે. વરસાદના કારણે ઊભા ખરીફ પાકની સાથે સાથે ગોદામોમાં રાખેલી ડુંગળીને પણ ખુબ નુકસાન થયું છે. જેના કારણે ડુંગળનો સપ્લાય ઘટવાની આશંકા પેદા થઈ અને ભાવમાં અચાનક ઉછાળો જોવા મળ્યો. સામાન્ય રીતે ચોમાસાથી લઈને ઠંડી સુધીમાં ડુંગળીના ભાવમાં ઉછાળો જોવા મળે છે.
ઈરાનથી મંગાવવામાં આવી ડુંગળી
આ અગાઉ પણ ડુંગળીના ભાવ કાબૂમાં કરવા માટે 19 ઓક્ટોબરના રોજ નવી મુંબઈના એપીએમસી માર્કેટમાં ઈરાનથી 600 ક્વિન્ટલ ડુંગળી આવી હ તી. જેમાંથી 25 ટન ડુંગળી એપીએમસી માર્કેટમાં પહોંચી. ઈરાનની ડુંગળીની કિંમત 55-60 રૂપિયા કિલો છે.
બટાટાનો સંગ્રહ કરનારા વેપારી-ખેડૂતો માટે સોનાનું વર્ષ સાબિત થયું, પહેલીવાર આવી આટલી તેજી
ડુંગળીના વેપારીઓ પર થઈ હતી ITની કાર્યવાહી
અત્રે જણાવવાનું કે 14 ઓક્ટોબરના રોજ ડુંગળીના વેપારીઓ પર થયેલી આવકવેરા વિભાગની કાર્યવાહી બાદ મંડીમાં વેપારીઓ આવતા નહતા, એટલે કે એક પ્રકારે બજારમાં ડુંગળીનું કામ કાજ બંધ હતું. ગત સોમવારે જ્યારે બજાર ખુલ્યા તો ડુંગળીના ભાવમાં 2000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધીનો અચાનક ઉછાળો જોવા મળ્યો.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube